હિંમતનગર:અક્ષયકુમારની ફિલ્મ ‘ગબ્બર ઈઝ બેક’માં મરેલા વ્યક્તિની સારવારના નામે ડ્રામા થતો હોવાનું દર્શાવાયું હતું ફિલ્મી લાગતો કિસ્સો ઇડરની એક ખાનગી હોસ્પિટલમાં માનવતાને નેવી મૂકીને મરેલા વ્યક્તિની દવા લખી આપી હોવાનો આરોપ લગાવતો એક વીડિયો વાઈરલ થયો છેએક વ્યક્તિનું મોત થતાં તેના પરિવારજનો ડોક્ટર સામે ઉગ્ર આક્રોશ કરતા વીડિયોમાં દેખાય છે વ્યક્તિ અગાઉ સારવારમાં હોવાથી દવા ચાલતી હતી પરંતુ તેનું મોત થયું હોવા છતાં ડોક્ટરોએ પરિવારને ગેરમાર્ગે દોરી મૃતક માટે દવાઓ મંગાવી હોવાનું ડોક્ટર સમક્ષ કહી રહ્યા છે