સિવિલ હોસ્પિટલના એસ.એમ.સી.યુમાં આગ લાગતા નર્સિંગ સ્ટાફે 7 નવજાત બાળકોના જીવ બચાવ્યા

2019-08-27 3,047

રાજપીપળા: સિવલ હોસ્પિટલના ત્રીજે માળે આવેલા એસએમસીયુમાં નાજુક નવજાત બાળકોને રાખવામાં આવે છે આજે તેમાં સોર્ટ સર્કિટને કારણે આગ લાગી આગ હતી આ સમયે 7 નવજાત બાળકો સારવાર હેઠળ હતા અચાનક આગ લાગતા ધૂમાડો અને તણખા ઉડતા નર્સ કર્મચારીઓએ જીવના જોખમે એક પછી એક સાતેય બાળકોને બહાર લાવી બાદમાં અન્ય અધિકારીઓને જાણ કરી જોકે, જોતજોતામાં સમગ્ર એસએમસીયુ વોર્ડ અને સાધનો બળી ગયા હતા આ નર્સની સતર્કતાને કારણે 7 નવજાત બાળકોના જીવ બચ્યા બાદમાં રાજપીપળા નગરપાલિકા ફાયર ફાઈટરો પહોંચ્યા હતા આરોગ્ય વિભાગની ટીમો અને વીજ કંપનીની ટીમો પણ આવી ગઈ હતી હવે આગ લાગવાની ઘટનાની તપાસ શરૂ કરી છે

Videos similaires