વડોદરાઃ છેલ્લા 24 કલાકથી વડોદરા શહેર-જિલ્લામાં વરસી રહેલા વરસાદને પગલે શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે બીજી બાજુ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આજવા ડેમ ઓવરફ્લો થયો છે આજવા ડેમની સપાટીમાં પણ ઝડપભેર વધારો થઇ રહ્યો હોવાથી જિલ્લા તંત્ર એલર્ટ થઇ ગયું હતું બપોરે 4 કલાકે આજવા સરોવરની સપાટી 21220 ફૂટે પહોંચી જતાં ઓવરફ્લો થવાની શરૂઆત થઇ હતી જેના પગલે વિશ્વામિત્રી નદીની સપાટીમાં પણ વધારો શરૂ થયો હતો બપોરે 4 કલાકે વિશ્વામિત્રી નદીની સપાટી 975 ફૂટ નોંધાઇ હતી