અમદાવાદ: શહેરના આનંદનગર ચાર રસ્તા પાસે આવેલી મારૂતિનંદન રેસ્ટોરન્ટમાં આવેલા ત્રણ શખ્સોએ રેસ્ટોરન્ટના મેનેજર અને અન્ય કર્મચારીઓ સાથે મારામારી કરી હતી રેસ્ટોરન્ટ બંધ થઈ ગઈ હોવા છતાં આરોપીઓએ જમવાનું માગ્યું હતું જે આપવાની ના પાડતા મારામારી કરી હતી આ સમગ્ર ઘટના રેસ્ટોરન્ટના સીસીટીવી કેમરામાં કેદ થઈ છે પોલીસે ફરાર આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે