સુરતઃ કામરેજ પોલીસ સ્ટેશનમાં નકસલી સીપીઆઈ માઓઈસ્ટ સંસ્થાના હોદ્દેદારો વિરુદ્ધ વર્ષો પહેલા ફરિયાદ નોંધાઈ હતી જેમાં નકસલીઓ એક બાદ એક ઝડપાયા હતાંત્યારે દક્ષિણ ગુજરાતમાં નકસલવાદી પ્રવૃત્તિ માટે ફાયનાન્સ કરનાર કોબાડ ગાંધીને આજે કઠોર કોર્ટમાં રજૂ કર્યા બાદ ડીવાયએસપી સહિતનાએ કામરેજમાં પૂછપરછ હાથ ધરી હતી સુરત જિલ્લા પોલીસે ઝારખંડના કમાન્ડો પાસેથી કોબાડ ગાંધીનો કબ્જો લીધો હતો