રાજકોટ: રાજકોટના રેસકોર્સ મેદાનમાં છઠ્ઠથી શરૂ થયેલા મલ્હાર લોકમેળાનો આજે છેલ્લો દિવસ છે છેલ્લા ચાર દિવસમાં સૌરાષ્ટ્રભરમાંથી 10 લાખ લોકોએ મેળો માણ્યો હતો આજે છેલ્લા દિવસે લાખોની સંખ્યામાં લોકો માણે તેવી શક્યતા છે દિવસ કરતા રાત્રે લોકોની ભીડ વધારે જામે છે લોકમેળાને લઇને પોલીસ પણ સતર્ક છે મેળામાં કોઇ અઇચ્છનીય બનાવ ન બને તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે