ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુર ફરી એકવખત તેના વિવાદાસ્પદ નિવેદનના કારણે ચર્ચામાં આવી છે ભાજપના વરિષ્ઠ નેતાઓના નિધન અંગે પ્રજ્ઞાએ કહ્યું કે, આ તમામ લોકોના મૃત્યુ પાછળ વિપક્ષનો હાથ છે, તેઓ પાર્ટીના નેતાઓ પર તાંત્રિક ક્રિયાનો પ્રયોગ કરી રહ્યા છે પ્રજ્ઞા સોમવારે રાજ્યના ભાજપ કાર્યાલયમાં પૂર્વ નાણામંત્રી અરુણ જેટલી અને મધ્યપ્રદેશના પૂર્વ સીએમ બાબુ લાલ ગૌરની શ્રદ્ધાંજલિ સભાને સંબોધી રહ્યા હતા