હરિયાણાના પાણીપતમાં આવેલા આ થર્મલ સ્ટેશનના 105 મીટર એટલે કે 344 ફૂટ ઉંચા ત્રણ કૂલિંગ ટાવરને રવિવારે તોડી પાડવામાં આવ્યા હતા આ કૂલિંગ ટાવરને તોડી પાડવા માટે તેમાં 50 કિલો ડાયનામાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ તોડવાનું કારણ હતું જૂની થઈ ગયેલી ટેકનિક, જેના કારણે આ આખું યૂનિટ જ બંધ થઈ ગયું હતું અંતે રવિવારે આ ટાવરને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો માત્ર સેકન્ડમાં જ આ ત્રણેય કૂલિંગ ટાવર જમીનદોસ્ત થઈ ગયા હતા 2015થી જ આ પ્લાન્ટને બંધ કરી દેવામાં આવ્યો હતો