રાજૌરીમાં તીર્થસ્થળે જઈ રહેલી બસ ખીણમાં ખાબકી, 7થી વધુના મોત

2019-08-26 339

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં રવિવારે એક મિની બસ ખીણમાં પડી ગઈ હતી અકસ્માતમાં 7 લોકોના મોત થયા હતા, જ્યારે 25 લોકોને ઈજા થઈ હતી તમામ લોકો તીર્થસ્થળ શહાદરા શરીફ જઈ રહ્યાં હતા આ દરમિયાન દેહરાના ગલી ક્ષેત્રમાં અકસ્માત થયો હતો પાંચ લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા, જયારે બે વ્યક્તિ સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા

રાજૌરીના જિલ્લા વિકાસ આયુક્ત એઝાઝ આસદે જણાવ્યું કે પુંછથી શહાદરા શરીફ જઈ રહેલી મિની બસમાં ક્ષમતાથી વધુ મુસાફરો હતા ઘટનામાં 4 મહિલાઓ અને એક સગીર સહિત 7 લોકોના મોત થયા હતા

Videos similaires