મોદીએ UN મહાસચિવ ગુટેરેસ અને બ્રિટિશ પીએમ સાથે મુલાકાત કરી

2019-08-26 3,228

ફ્રાન્સના બિયારિટ્સમાં G-7 બેઠક ચાલી રહી છે રવિવારે ભારતના વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને બ્રિટેન વડાપ્રધાન બોરિસ જોનસન સાથે મુલાકાત કરી હતી મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, મહાસચિવ સાથે ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અમે જળવાયુ પરિવર્તનને રોકનારા પ્રયાસોને પણ વેગ આપવા માટે ચર્ચા કરી છે

જોનસનના વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદી સાથેની આ પહેલી મુલાકાત છે મોદીએ જણાવ્યું કે, બ્રિટેન સાથે ઘણા મુદ્દાઓ, વ્યાપાર, રક્ષા અને નવા સંશોધનો અંગે ચર્ચા થઈ હતી ભારત અને બ્રિટેનના સંબંધો આવનારા સમયમાં વધુ મજબૂત બનશે જેનો ફાયદો બન્ને દેશોને મળશે મોદીએ એશેઝ સીરીઝની ત્રીજી ટેસ્ટમાં ઈગ્લેન્ડની જોરદાર જીત પર જોનસેનને શુભેચ્છાઓ આપી

Videos similaires