ઉત્તર પ્રદેશના બાગપતમાં હોમગાર્ડ અને પીઆરડી જવાન વચ્ચે વિવાદ થતાં જ બંનેએ જાહેરમાં જ એકબીજાની ધોલાઈ કરી હતી કેટલાક લોકોએ તેમની આવી હરકતનો વીડિયો રેકોર્ડ પણ કરી લીધો હતો જે સોશિયલ મીડિયામાં વાઈરલ થવા લાગ્યો હતો બંને વચ્ચે થયેલી આ બબાલની પાછળ પૈસાની વહેંચણીનો મુદ્દો હોવાનું જાણવા મળ્યું હતું વિવાદ વકરતાં જ આ બંને ખાખીધારીઓએ એકબીજાને લાતો મારીને મુક્કાબાજી પણ કરી હતી જો કે, આ વીડિયો બાબતે ઉપરી અધિકારીઓને સવાલ કરાતાં જ તેમણે કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપી નહોતી