સુરતના યુવકનું ઉભરાટના દરિયામાં ડૂબી જતાં મોત

2019-08-25 270

સુરત:સુરતના વરાછા વિસ્તારના ખોડિયાર નગરમાં રહેતા યુવકનું ઉભરાટના દરિયામાં જન્માષ્ટમીના દિવસે જ ડૂબી જતાં મોત નિપજ્યું છે યુવકના મૃતદેહને બહાર કાઢતા લોકો એક સહેલાણીના વીડિયોમાં કેદ થયા હતા

પ્રાપ્ત માહિતી અનુસાર વરાછા વિસ્તારના ખોડિયાર નગરમાં રહેતા મોહિત ચીમન જાવીયા (20 વર્ષ) યશ, ભૌતિક સહિતના ચાર મિત્રો સાથે આજે ઉભરાટના દરિયામાં નહાવા માટે ગયો હતા આ દરમિયાન અચાનક મોહિત દરિયામાં ડૂબી ગયો હતો અને ત્યાં હાજર લોકોએ તેનો મૃતદેહ બહાર કાઢ્યો હતો મોહિતના મૃતદેહને બહાર કાઢતા મિત્રો દરિયાની મજા માણતા લાલજી ભાઈના મોબાઇલ કેમેરામાં કેદ થયા હતા લાલજી ભાઈએ ઘટના અંગે તાત્કાલિક 108 ને જાણ કરી હતી મોહિત કેમેરા અંગે અભ્યાસ કરતો હતો મોહિતના મૃતદેહને મરોલી ખાતે લઇ જવાયો હતો

Videos similaires