રાજસ્થાન: ભિવાડી-અલવર બાયપાસ પાસે આવેલા સ્કાયર મોલના ચોથા માળેથી કૂદીને 24 વર્ષની પરણિતાએ આત્મહત્યા કરી હતી શનિવાર સવારની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી નીચે પટકાયેલી આ મહિલાને તરત જ ત્યાં હાજર લોકોએ સારવાર માટે દવાખાને ખસેડી હતી જ્યાં તેને ડોક્ટર્સે મૃત જાહેર કરી હતી લગ્નના માત્ર નવ મહિનામાં જ આ પરણિતાએ મોતને વહાલું કર્યું હોવાનું પણ બહાર આવ્યું હતું તેના મૃતદેહને અત્યારે ભિવાડીના સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટમ માટે રાખવામાં આવ્યો છે
ઘટનાની જાણ થતાં જ ત્યાં પહોંચેલી પોલીસે પણ તપાસ હાથ ધરી હતી જ્યાં તેમના હાથે આ સીસીટીવી લાગ્યા હતા જેના આધારે જ પોલીસે આત્મહત્યાની થિયરી પર તપાસ આદરી છે તેના પર્સમાંથી મળી આવેલા આધાર કાર્ડના આધારે તેની ઓળખ પૂનમ તરીકે કરવામાં આવી હતી પોલીસે તેના મોબાઈલથી તેના પરિવારને આ ઘટનાની જાણ કરી હતી પૂનમના માતાપિતાએ પણ તેમની દિકરીની આત્મહત્યા પાછળ સાસરિયાઓને જવાબદાર ગણાવીને તેમની સામે ફરિયાદ નોંધાવી હતી