રાજકોટ:રાજકોટના લોકમેળામાં રંગત જામી છે જન્માષ્ટમીના એક જ દિવસમાં મલ્હાર લોકમેળામાં 2 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી અને રાત્રે પણ લોકોનો અવિરત પ્રવાહ જારી હતો લોકોએ વિવિધ રાઈડ્સમાં રોમાંચ માણ્યો હતો જન્માષ્ટમીએ મલ્હાર લોકમેળામાં હૈયે હયું દળાય એટલી જનમેદની ઉમટી પડી હતી