કટિહાર: બિહારના કટિહાર જિલ્લામાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદથી ગંગા નદીના જળસ્તરમાં પણ વધારો થયો હતો પાણીનો મારો એટલો બધો તેજ હતો કે નદીના કિનારાઓ પણ ધોવાઈને વિસ્તરી રહ્યા હતા શુક્રવારે ગંગા નદીની ઝપેટમાં બબલા બન્નાની સરકારી માધ્યમિક શાળા આવી ગઈ હતી લોકોની નજર સામે જ જોતજોતામાં જ કિનારો ધોવાવા લાગ્યો હતો જેના કારણે આ શાળાના પાયાઓ પણ હચમચી ગયા હતા પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે સેકન્ડોમાં જ આખી શાળા પાણીમાં ધરાશાયી થઈ ગઈ હતી આવો શોકિંગ નજારો જોઈને લોકોમાં પણ પાણીની દહેશત ફેલાઈ હતી ગામમાં પણ પાણી ઘૂસી આવતાં જ ગામલોકો પણ આખી રાત જાગતા રહે છે નદી કિનારે રહેલા અનેક લોકોએ તો પોતાના ઘર ખાલી કરીને સુરક્ષિત સ્થળે આશરો લીધો હતો લોકોએ ભયભીત થઈને તંત્રને પણ મદદની અપીલ કરતાં કહ્યું હતું કે જો સમયસર મદદ નહીં મળે તો પાણી તેમના ઘરોમાં પણ ઘૂસી જશે જેના કારણે ચોતરફ પાયમાલી પણ સર્જાઈ શકે છે