સિંગર મિકા સિંહ પર પાકિસ્તાનમાં પર્ફોર્મ કરવા બદલ ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન (AICWA) અને ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયસ (FWICE)એ પ્રતિબંધ લગાવ્યો હતો પરંતુ હવે FWICE એ મિકા પર લગાવેલો બેન પાછો ખેંચી લીધો છે મિકા સિંહની આ મેટરમાં હવે શિલ્પા શિંદેએ પણ ઝંપલાવ્યું છે આ મામલે હાલ 'ભાભીજી ઘર પર હૈ' ટીવી સિરિયલમાં અંગૂરી ભાભીનો રોલ કરનાર શિલ્પા શિંદેનો વિવાદિત વીડિયો સામે આવ્યો છે તેણે કહ્યું કે, જો પાકિસ્તાન મને પર્ફોર્મ કરવા બોલાવશે તો હું અવશ્ય ત્યાં જઇશ અને આમ કર્વાનોમને કોઈનો બાપ પણ રોકી શકતો નથી