ઉડતા સાપના ખેલ લોકોને બતાવીને રૂપિયા કમાતા યુવકની ધરપકડ કરાઈ

2019-08-24 15

ઓરિસ્સાના ભુવનેશ્વર શહેરમાં એક વ્યક્તિ રૂપિયા કમાવવા માટે ઉડતો સાપ રાખતો હતો વન વિભાગને આ વાતની જાણ થતા તેમણે સાપને જંગલમાં મુક્ત કરવાનો નિર્ણય લીધો છેવન વિભાગના અધિકારીએ કહ્યું કે, સાપને પોતાના શોખ માટે કે પૈસા કમાવવા માટે રાખવો તે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો બને છે આ ગુનો કરવા બદલ આરોપીને જેલની સજા અને દંડ ફટકારવામાં આવે છે અમે આ કેસમાં વધારે તપાસ કરી રહ્યા છીએ અને સાપને જંગલમાં મુક્ત કરીશું