સુરતઃ દેશભરમાં જન્માષ્ટમી પર્વની ધૂમ મચી છે અને સુરતના મંદિરોમાં જય શ્રી કૃષ્ણના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે ત્યારે સુરતમાં ગોવિંદા મંડળની ધૂમ જોવા મળી રહી છે સુરતમાં ગોવિંદા મંડળો ડીજેના તાલ સાથે દહીં હાંડી ફોડી હતી
આજે જન્માષ્ટમી અને સુરતમાં પણ જન્માષ્ટમી પર્વની ધૂમ જોવા મળી રહી છે સુરતના તમામ મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર મંદિરોમાં જોવા મળી રહ્યું છે સુરતમાં ગોવિંદા મંડળની ધૂમ પણ જોવા મળી રહી છે સુરતની તમામ શેરીઓ તથા જાહેર માર્ગો પર દહીં હાંડી ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે અને ગોવિંદા મંડળ દ્વારા ડીજેના તાલે દહીં હાંડી ફોડી રહ્યા છે