સુરતના પુણામાં રસ્તા પર થૂંકતા કામદાર પાસેથી દંડ લેવડાવવા લોકોએ અધિકારીઓને બોલાવ્યા

2019-08-23 315

સુરતઃશહેરમાં રસ્તા પર થૂંકતા લોકોને દંડ ફટકારવાની કામગીરી 15મી ઓગસ્ટથી શરૂ કરી દેવામાં આવી છે આ અંગે પાલિકા દ્વારા દંડની પાવતી વાહનચાલકના ઘરે પણ મોકલવામાં આવે છે ત્યારે પુણા ગામમાં રસ્તા પર જાહેરમાં થૂંકતા પાલિકાના કામદારનો સ્થાનિકોએ વીડિયો બનાવીને અધિકારીઓને ઘટના સ્થળે બોલાવીને 100 રૂપિયાનો દંડ લેવડાવ્યો હતો

તમામ માટે નિયમો સરખા રાખોઃસ્થાનિકો

પુણા ગામમાં સંતોષી નગર પાસે મહાનગરપાલિકાના કામદાર સતીષ ગુલાબભાઈ જાહેરમાં થૂંકતા સ્થાનિકોએ તેની પાસે દંડ લેવા માટે પાલિકાના અધિકારીઓને ઘટના સ્થળે બોલાવ્યા હતાં સ્થાનિકોએ અધિકારીઓને કહ્યું હતું કે, નિયમો તમામ માટે સરખા હોવા જોઈએ સામાન્ય લોકો થૂંકે ત્યારે તમે દંડ વસૂલો છો, પ્લાસ્ટિક પ્રતિબંધિત હોવા છતાં શહેરમાં મળે છે પરંતુ પાલિકાના અધિકારીઓને કંઈ કરતાં નથી પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે,દંડની પ્રક્રિયામાં હજુ કેમેરામાં પકડાયેલા પાસેથી જ દંડ લેવામાં આવે છે પરંતુ દંડ વસૂલવા લોકોએ દબાણ કરતાં પાલિકાના અધિકારીઓએ 100 રૂપિયાની પાવતી આપી દીધી હતી

Free Traffic Exchange

Videos similaires