ગરીબ બાળકોની મદદ માટે 16 વર્ષની એન્જલ મોરેએ 2 લાખ રૂપિયા એકઠા કર્યા છે આ પૈસા તેણે પાણીમાં 45 કિમી સુધી તરીને ભેગા કર્યા છે એન્જલ અમેરિકાના મેનહટનમાં રહે છે અને લોકોની મદદ કરવા માટે તે ફંડ એકઠું કરી રહી છે તેનું કહેવું છે કે આ તેના જીવનની સૌથી લાંબી સ્વિમિંગ ટૂર હતી, જે એકદમ પડકારજનક હતી
એન્જલ છેલ્લાં દસ વર્ષથી સ્વિમિંગ કરી રહી છે તેણે મેનહટનમાં 45 કિલોમીટરની યાત્રા 10 કલાકમાં પૂરી કરી છે આ દરમિયાન તેણે 20 પુલ પાર કર્યા, જે ખુબ જ મુશ્કેલ હતું એન્જલનું કહેવું છે કે, આ સ્વિમિંગ દરમિયાન અંતર કરતાં ગરમીનો સામનો કરવો વધુ મુશ્કેલ હતું