લોકમેળાના પ્રારંભ વખતે એક પેઇન્ટરે વિજય રૂપાણીની તસવીર ગણતરીની મિનિટમાં તૈયાર કરી

2019-08-23 574

રાજકોટઃ લોકમેળાના પ્રારંભ પછી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપી હતી જેમાં એક પેઇન્ટરે તેમની લાઇવ તસવીર બનાવી અનોખી કલાનો પરિચય કરાવ્યો હતો ગણતરીની મિનિટમાં જ આ પેઇન્ટરે મુખ્યમંત્રી વિજય રૂપાણીની તસવીર બનાવી દીધી હતી મહત્વની વાત તો એ છે કે, આ પેઇન્ટરે વિજય રૂપાણીનું ઊંધુ ચિત્ર બનાવ્યું હતું જ્યારે ચિત્ર સીધું કરવામાં આવ્યું ત્યારે લોકોને જાણ થઈ કે આ ચિત્ર વિજય રૂપાણીનું છે આ ચિત્ર જોઇને જ લોકોએ પેઇન્ટરની ભારે પ્રશંસા કરી હતી

Videos similaires