રાજકોટઃ લોકમેળો ખુલ્લો મુક્યા બાદ મુખ્યમંત્રી ફજતમાં બેસવા ગયા હતા ફજતમાં મુખ્યમંત્રી પોતાના પત્નીને પણ સાથે લઇ જવા ઉત્સુક હતા તેથી તુરંત અંજલિબેનને કહ્યું, અહીં આવ તને ફજતમાં બેસાડું, અંજલિબેન ફજત જોઇને કહ્યું ના મારે નથી બેસવું બાદમાં મુખ્યમંત્રી, નીતિનભાઇ ભારદ્વાજ, ધનસુખભાઇ ભંડેરીને સાથે બેઠા આ ઉપરાંત ફજતના બીજા ખાનામાં કલેક્ટર, કમિશનર બેઠા હતા બાદમાં ફજત સંચાલકે ફજત ચાલુ કર્યું હતું જેવું ફજત ચાલુ થયું યાંત્રિકના અધિકારીઓ દોડ્યા અને ફજત અટકાવી બેલેન્સ માટે અન્ય લોકોને પણ બેસાડવા સૂચના આપી હતી