વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભારત અને ફ્રાન્સ વચ્ચે મિત્રતા કોઇ સ્વાર્થ પર નથી ટકી પરંતુ સ્વતંત્રતા, સમાનતા અને ભાઇચારાના નક્કર સિદ્ધાંતો પર આધારિત છે બંને દેશ સતત આતંકવાદનો સામનો કરી રહ્યા છે અમારો ઇરાદો આતંકવાદ વિરૂદ્ધ સહયોગને વ્યાપક બનાવવાનો છે