સુરતમાં ડ્રેનેજની લાઈનમાં યુવાન ફસાયો, ફાયર વિભાગે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો

2019-08-23 74

સુરતઃ ખટોદરા જોગાણી માતાના મંદિર પાસેની એક ડ્રેનેજ લાઈનમાં યુવાન ફસાઈ ગયો હોવાની વાતને લઈને લોકો ભેગા થઈ ગયા હતા ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો ભારે જહેમત બાદ ડ્રેનેજલાઈનની પાઈપમાં ફસાયેલા યુવાનને ફાયરે રેસ્ક્યુ કરી બહાર કાઢી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, રાહદારીઓએ આ યુવાનને ડ્રેનેજની નાની પાઈપમાં અંદર ઘૂસતા જોયો હતો જોકે, બહાર ન આવતા લોકો આશ્વર્યમાં પડી ગયા હતા પાલિકાનો સફાઈ કામદાર હોવાનું સમજીને લોકોએ ડ્રેનેજનું ઢાંકણ ખોલતા યુવાન ફસાયેલો હોવાનું જણાયું હતું જેને લઈને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી યુવાનને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો તપાસમાં જાણવા મળ્યું હતું કે, ડ્રેનેજ લાઈનમાં ફસાયેલો યુવાન અસ્થિર મગજનો હોય જેથી તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો યુવાનનું નામ અક્કા ચૌહાણ હોવાનું જાણવા મળ્યું છે

Videos similaires