સંત રવિદાસ મંદિરને ધ્વસ્ત કરવા અંગે દલિતોનું વિરોધ પ્રદર્શન ચાલું છે બુધવારે આ પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું આ માટે પોલીસે ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખર આઝાદ સહિત 50 લોકોની ધરપકડ કરી છે દિલ્હી વિકાસ પ્રાધિકરણ (ડીડીએ)એ 10 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દિલ્હીના તુગલકાબાદમાં સદીઓ જુના ગુરુ રવિદાસ મંદિરને ધ્વસ્ત કરી દીધું છે
દક્ષિણ-પૂર્વ દિલ્હીના ડીસીપી ચિન્મય બિસ્વાલે જણાવ્યું કે, મંદિર તોડી પાડવા અંગે પ્રદર્શન કરી રહેલા લોકોએ બુધવાર સાંજે પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરી હતી પોલીસે ભીડને હટાવવા માટે ટીઅર ગેસના સેલ છોડી લાઠી ચાર્જ પણ કર્યો હતો ધરપકડ કરાયેલા લોકોમાંથી એક પાસે પિસ્તોલ પણ મળી આવી છે જો કે આ લાઈસન્સ વાળી હોઈ શકે છે, આ અંગે પોલીસ તપાસ કરી રહી છે પોલીસના જણાવ્યા પ્રમાણે, હિંસક પ્રદર્શનકારીઓએ ઘણા વાહનોને નુકસાન પહોંચાડ્યું છે અને બે મોટરસાઈકલને પણ આગ ચાંપી છે