મોદી 2 દિવસની મુલાકાતે ફ્રાન્સ જવા રવાના

2019-08-22 1,444

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસના પ્રવાસે ફ્રાન્સ જવા રવાના થયા છે તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેન્ક્રો સાથે દ્વીપક્ષીય વાર્તા કરશે આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે વેપાર, રોકાણ, રક્ષા, દરિયાઈ સુરક્ષા, આતંકવાદના ઉકેલ માટે અને અસૈન્ય પરમાણુ ઉર્જાના વિસ્તારમાં સહયોગ મજબૂત કરવા વિશે ચર્ચા કરાશે

સૂત્રોના જણાવ્યા પ્રમાણે મેન્ક્રો પેરિસથી 60 કિમી દૂર ઓઈઝમાં આવેલા 19મી સદીના શેટો ડી ચેંટિલીમાં મોદી માટે ડિનરની વ્યવસ્થા રાખવામાં આવી છે પોતાની યાત્રા દરમિયાન મોદી ફ્રાન્સમાં ભારતીય ગ્રૂપના લોકોને પણ સંબોધિત કરશે તે ઉપરાંત તેઓ નીડ ડી એગલમાં એર ઈન્ડિયા ક્રેશમાં મૃત્યુ પામેલા ભારતીયોની યાદમાં સ્મારકનું ઉદ્ધાટન કરશે

ભારતમાં ફ્રાન્સના રાજદૂત એલ્કેઝાન્ડ જીગલરે ટ્વિટ કર્યું છે કે, મોદી અને મેન્ક્રો વચ્ચે દ્વીપક્ષીય શિખર સંમેલન વિશે શેટો ડી ચેંટિલી સંપૂર્ણ રીતે તૈયાર છે તે ફ્રાન્સની સાંસ્કૃતિક વારસામાંથી એક છે વિદેશ મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે, ફ્રાન્સ દ્વીપક્ષીય યાત્રા અને જી-7 શીખલ સંમેલનમાં ભારતના સામેલ થવાથી બંને દેશોના સંબંધોને મજબૂતી મળશે યાત્રા દરમિયાન વિજ્ઞાન, જળવાયુ પરિવર્તન, ફાઈનાન્સ, ગ્રીન ટેક્નોલોજીમાં સહયોગ, ડિજીટલ અને સાઈબરસ્પેસ જેવા નવા વિસ્તારોમાં ભાગીદારી જેવી સમજૂતી પર મુખ્ય ભાર રહેશે

Videos similaires