કોંગ્રેસે કહ્યું- ભાજપે સીબીઆઈ અને ઈડીને બદલાની કાર્યવાહી કરવાનો વિભાગ બનાવ્યો

2019-08-22 227

પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની આઈએનએક્સ મીડિયા મામલે બુધવારે સીબીઆઈએ ધરપકડ કરી છે કોંગ્રેસે આ મામલે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી પાર્ટી પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, ભાજપ સીબીઆઈ અને ઈડીને બદલાની કાર્યવાહી કરવાના ડિપાર્ટમેન્ટમાં બદલી દીધો છે

પી ચિદમ્બરમ મામલે પ્રેસ કોન્ફરન્સ કરતાં કોંગ્રેસના રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, છેલ્લાં કેટલાક દિવસોથી દેશમાં લોકતંત્રની હત્યા કરવામાં આવી રહી છે જે પ્રમાણે પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેનાથી સ્પષ્ટ જોવા મળે છે કે, મોદી સરકાર તેમના વિરુદ્ધ રાજકીય દ્વેષથી કામ કરી રહી છે સુરજેવાલાએ કહ્યું છે કે, કાયદાનું અપમાન કરવામાં આવી રહ્યું છે એક તરફ દેશની અર્થવ્યવસ્થાની ગતિ ઘટી રહી છે આ જ કારણ છે કે, મોદી સરકાર લોકોનું ધ્યાન ડાઈવર્ટ કરવા માટે આ એક્શન લઈ રહી છે રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, મોદી સરકાર માત્ર પી ચિદમ્બરમ નહીં પરંતુ તેમના દીકરા કાર્તિ સામે પણ આકરા પગલાં લઈ રહી છે તેમની માત્ર એક જ અપ્રૂવરના નિવેદનના આધારે ધરપકડ કરવામાં આવી રહી છે અને તે પણ એવા વ્યક્તિનું નિવેદન જેના પર તેની દીકરીની હત્યાનો આરોપ છે

Videos similaires