રૂ.84 કરોડના 699 બિટકોઈન ધરાવતો મોબાઈલ મુખ્ય સૂત્રધાર શૈલેષ ભટ્ટની સાળીના મોતનું કારણ બની શકે

2019-08-21 2,179

અમદાવાદઃગુજરાતભરમાં ગાજેલા બિટકોઈન કૌભાંડમાં લાંબા સમય બાદ નિશા ગોંડલિયા નામની એક મહિલા સામે આવી છે આ મહિલાએ બિટકોઈન કૌંભાડના તાર દુબઈ સુધી જોડાયેલા હોવાનો ઘટસ્ફોટ કર્યો છે માત્ર એટલું જ નહીં, આ મહિલા બિટકોઈનમાં સંડોવાયેલા શૈલેષ ભટ્ટની સગી સાળી છે નિશા મુજબ, તેણીને શૈલેષ ભટ્ટે આપેલા મોબાઈલમાં રૂ84 કરોડના 699 બિટકોઈન હતા જે બાદમાં જયેશ પટેલે તેની પાસેથી લઈ લીધો હતો મને કેટલાક માણસો બદનામ કરવાનો પ્રયાસ કરશે, તેવા ડરથી એક સમયે મેં આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો