સુરતઃવરાછા વિસ્તારમાં જીવનધારા હોટલની બાજુમાં આવેલા બલર એક્સપોર્ટ નામની હીરાની ફેક્ટરીની લિફ્ટમાં પાંચ લોકો ફસાયાં હતાં જેમણે ફોન પર મદદ માંગતા ફાયરબ્રિગેડ દ્વારા લિફ્ટમાંથી પાંચ વ્યક્તિઓને હેમખેમ બહાર કાઢવામાં આવ્યાં હતાંબલર એક્સપોર્ટમાં ગયેલા પાંચેય વેપારીઓ લિફ્ટમાં હતા અને લિફ્ટ બીજા માળે બંધ થઈ ગઈ હતી જેથી ફસાયેલા હીરા સામાજિક કાર્યકર્તા રમેશભાઈ ભુવા (નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય) તાત્કાલિક કાપોદ્રા ફાયર વિભાગને જાણ કરી હતી ફાયરના જવાનોએ તાત્કાલિક લોકોની મદદથી તમામ વેપારીઓને બહાર કાઢ્યાં હતાં