હું ભાજપમાં નથી, કોઈ પણ પક્ષમાં જોડાઈ મારી નામના હલકી કરવા માગતો નથીઃ હેમંત ચૌહાણ

2019-08-21 1

અમદાવાદઃ ભારતીય સદસ્યતા વૃદ્ધિ અભિયાનને આજે એક મોટો ફટકો પડ્યો છે હજી બે દિવસ પહેલાં જ મોટાઉપાડે ગુજરાતના અનેક લોક કલાકારોને ભારે તામ-ઝામ સાથે પક્ષમાં જોડાવાનો ભાજપે કાર્યક્રમ કર્યો હતો તેની ભીતરની પોલ જાણીતા ભજનિક અને લોકગાયક હેમંત ચૌહાણે ખોલી નાંખી છે હેમંત ચૌહાણે બુધવારે એક વીડિયો જારી કરીને સ્પષ્ટતા કરી છે કે તે ભાજપમાં જોડાયા નથી કારણ કે તે કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાઈને તેમની નામના હલકી કરવા માગતા નથી

Videos similaires