મધ્યપ્રદેશના ઊર્જા મંત્રી પ્રિયવ્રત સિંહ કોંગ્રેસ કાર્યાલયમાં પાર્ટીના અન્ય નેતાઓ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા તેઓ કોન્ફરન્સમાં વીજ કટોટી અને તેને લગતી સમસ્યાઓ વિશે વાત કરી રહ્યા હતા અને અચાનક કાર્યાલયમાં જ વીજળી જતી રહે છે જોકે એક મિનિટમાં જ લાઇટ આવી જાય છે ત્યારે મંત્રી વીજળી જવાની ઘટનાને કોઈના ષડયંત્રનો કરાર આપે છે પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર તેનો વીડિયો શેર કરતા લખ્યુ હતુ કે આ છે મધ્ય પ્રદેશના હાલ, અને આ છે ઊર્જા મંત્રીની પ્રેસ કોન્ફરન્સ