બૉલિવૂડના ટેલેન્ટેડ હેન્ડસમ હંક આદિત્ય રોય કપૂર બહુ જલ્દી લગ્ન કરવા જઈ રહ્યો છે સુત્રો મુજબ આદિત્યે તેની કથિત ગર્લફ્રેન્ડ દીવા ધવન સાથે સગાઈ કરી લીધી છે બંનેએ કોઈ ઓફિશિયલ જાહેરાત કરી નથી પરંતુ ડિનર પર કે ડેટ પર અવારનવાર કપલ જોવા મળે છે આદિત્ય ઘણો જ સિક્રેટિવ છે પરંતુ કોફી વિથ કરનમાં તેણે દીવા ધવન વિશે વાત કરી હતી અને સુત્રો મુજબ તેઓ 2020માં લગ્ન કરશે દીવા ન્યૂયોર્કમાં રહે છે અને એક મોડલ અને ફેશન સ્ટાઇલિસ્ટ છે જે મનિષ મલ્હોત્રા, તરૂણ તહિલિયાની જેવા નામી ડિઝાઇનર્સ માટે રેમ્પ વૉક કરી ચૂકી છે