બોગોરિયા સરોવરમાં 15 લાખ કરતાં પણ વધુ ફ્લેમિંગો પહોંચ્યા

2019-08-20 137

કેન્યામાં આવેલા બોગોરિયા સરોવરમાં દર વર્ષે લાખોની સંખ્યામાં ફ્લેમિંગો આવે છે દુનિયામાં સૌથી વધુ એટલે કે લાખોની સંખ્યામાં જ્યાં ફ્લેમિંગો આવતા હોય તે અહીં આવે છે આ વર્ષે તો પંદર લાખ કરતાં પણ વધુ ફ્લેમિંગો ત્યાં આવતાં જ અનેક પક્ષીવિદો પણ રોમાંચિત થઈ ઉઠ્યા હતા ગયા વર્ષ કરતાં આ વર્ષે 6 લાખ કરતાં પણ વધુ સુરખાબ જોવા મળ્યા છે આ સરોવરની ખાસિયત એ છે કે તેમાં સાયનો બેક્ટેરિયા પુષ્કળ પ્રમાણમાં થાય છે તમને જણાવી દઈએ કે સાયનો બેક્ટેરિયા એ એક જાતની શેવાળ છે જે આ પક્ષીઓને વધુ માફક આવે છે જો કે, સરોવરમાં કેટલાક સમયથી વધી રહેલ પ્રદૂષણના કારણે આવી શેવાળ પણ હવે લુપ્ત ના થઈ જાય તે માટે અનેક યોજનાઓ હાથ ધરવામાં આવશેકેમકે જો આ શેવાળ બનવાની બંધ થઈ જાય તો અહીં ફ્લેમિંગોની આવવાની સંખ્યામાં પણ ધરખમ ઘટાડો થઈ શકે છે

Videos similaires