રાજકોટમાં મોતના માંચડાની જેમ ભયગ્રસ્ત મકાનો લટકી રહ્યાં છે, સત્તાધીશો-અધિકારીઓ ધરાશાયીની રાહમાં!

2019-08-20 368

જીજ્ઞેશ કોટેચા, રાજકોટ: 16 ઓગસ્ટે જામનગરમાં મકાન પડતા 3ના મોત થયા હતા તેમજ અમદાવાદમાં તાજેતરમા બબ્બે વખત પાણીની ટાંકી જમીનદોસ્ત થઇ છે પહેલી વખત ટાંકી પડી તેમાં નિર્દોષ લોકોને મોતને ભેટ્યા હતા મોટા ભાગના કિસ્સાઓ કોર્પોરેશન તંત્રને ખબર હોય છે કે આ કાચું કે પાકું મકાન કે ટાંકી ગમે ત્યારે કોઇનો ભોગ લેશે આ અંગે અનેકવાર ફરિયાદો પણ કરવામાં આવી હોવા છતાં નક્કર લેવામાં આવતા નથી ભારે વરસાદને પગલે રાજકોટમાં તો અનેક મકાનો મોતનો માંચડો બની ગયા છે આ અંગે DivyaBhaskarએ રાજકોટના વિવિધ વિસ્તારોમાં રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યું કે શહેરમાં અનેક એવા ભયગ્રસ્ત મકાનો છે જે પવન સાથે વધુ વરસાદ પડે તો અનેકના જીવ લઈ જાય તેમ છે તેમજ 300 વધુ મકાનોને તો નોટિસ પણ આપી છે પરંતુ પગલા લેવાયા નથી

Free Traffic Exchange

Videos similaires