આગ્રા જિલ્લા જેલમાં સજા કાપવા છતા ઘણા કેદીઓ એટલા માટે મુક્ત થતા નથી કેમકે તેમની પાસે કોર્ટ તરફથી ફટકારવામાં આવેલા દંડને ભરવાના પૈસા નથીઆ દંડની રકમ કોઈ ભરી શકે તે માટે જેલના અધિક્ષક શશિકાંત મિશ્રએ એક પહેલ શરૂ કરી છેતેમણે સામાજિક સંસ્થાઓ,સામાન્ય માણસો અને કેટલાક વિશેષ લોકોને અપીલ કરી કે તેઓ પૈસા ભરે જેથી જેલમાં કેદ કેદીઓ મુક્ત થઈ શકેતેમની પહેલનો સારો પ્રતિસાદ મળ્યો અને પૈસાના વાંકે વધારાની કેદ ભોગવવા મજબૂર કેદીઓ આઝાદીનો શ્વાસ લઈ રહ્યા છે