અમદાવાદ: વસ્તુ લેવા માટે ટુ-વ્હિલરની ડેકીમાં હાથ નાંખ્યો, વસ્તુને બદલે હાથમાં આવ્યો સાપ

2019-08-20 1

અમદાવાદ: શહેરની રાજા મહેતાની પોળમાં ખરીદી કરવા આવેલા એક કપલના ટુ-વ્હીલરની ડેકીમાંથી અચાનક સાપ નિકળતા દોડધામ મચી હતી જો કે સાપને એનીમલ લાઈફ કેરના સભ્ય દ્વારા રેસ્ક્યુ કરાયો હતો આ સમગ્ર ઘટના લોકોએ પોતાના મોબાઇલમાં કંડારી હતી પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે શહેરની રાજામહેતાની પોળમાં એક કપલ એક્ટિવા લઇ ખરીદી કરવા આવ્યું હતું કોઇ વસ્તુ લેવા માટે ટુ-વ્હિલરની ડેકી ખોલતાની સાથે વસ્તુ નહીં પણ સાપ હાથમાં આવ્યો હતો જેથી તેઓએ ડરી ને એકાએક ચીસ પાડી ખૂબ જ ડરી ગયા અને સ્થાનિક પોળના રહીશોએ એનીમલ લાઈફ કેરના વિજય ડાભીને જાણ કરતાની સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી તેનુ રેસ્ક્યુ ઓપરેશન ધર્યું હતું એક મિકેનીકની મદદથી આખરે 30 મિનિટની જહેમત બાદ વરૂદતી વુલ્ફસ્નેક જાતિના સાપને રેસ્ક્યુ કરી નવું જીવતદાન આપ્યું હતું તથા સ્થાનિક રહેવાસીનો અને કપલનો ભય દૂર કરવામા આવ્યો હતો ઘટનાને પગલે ટોળું ઉમટી પડ્યું હતું

Videos similaires