રાજકોટઃખેતરોમાં હજુ કપાસનો પાક ઊભો છે ત્યારે સૌરાષ્ટ્રમાં સોમવારે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સિઝનની કપાસની પ્રથમ હરાજી થઈ હતી મુહૂર્તના સોદામાં સૌરાષ્ટ્રના અત્યાર સુધીના ઈતિહાસમાં કપાસના મણના સૌથી ઊંચા ભાવ રૂ 1952 બોલાયા હતા સામાન્ય રીતે દરેક માર્કેટ યાર્ડમાં નોરતાથી શરદપૂનમની વચ્ચે કપાસની આવક થતી હોય છે,તો સતત ત્રીજા વરસે અમરેલીમાં શ્રાવણ માસમાં જ 5 મણ કપાસની હરાજી થઈ છે