બે યુવાનોએ ટીખળ કરવા માટે મોલમાં બેગ ઘૂસાડવાની તરકટ રચ્યું હતું, પોલીસ તપાસમાં ખુલ્યુ

2019-08-19 165

વડોદરાઃનેશનલ હાઇવે નં- 8 પર એલ એન્ડ ટી નોલેજ સિટી પાસેના તક્ષ ગેલેક્સી મોલમાં રવિવારે સાંજે બે શકમંદોએ સફાઇ કર્મચારીઓને મોલમાં બેગ મૂકવા માટે 20 અને 50 હજારની ઓફર કરી હતી મહિલા કર્મચારીએ ઇનકાર કરી બેગમાં શું ભર્યું છે, તેવું પૂછતા બંને ત્યાંથી ભાગી ગયા હતા જોકે બંને શખ્સોની પોલીસે મોડી રાત્રે ધરપકડ કરી હતી પોલીસે બંને આરોપીની પૂછપરછ કરતા ટીખળ કરવા માટે બંનેએ આ કૃત્ય કર્યું હોવાની વાત કરી હતી પરંતુ પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

Videos similaires