ડીસાના થેરવાડા બસ સ્ટેશન પર બસ ઊભી ન રખાતા વિદ્યાર્થીઓનો હોબાળો

2019-08-19 135

ડીસા:તાલુકાના થેરવાડા ગામ ખાતે એસટીબસ ના રોકાતા વિદ્યાર્થીમા રોષ ભભૂકી ઉઠ્યો હતોબાદમાં વિદ્યાર્થીઓએ બસ રોકી બસ ઉપર ચડી હંગામો મચાવ્યો હતો બાદમાં ડેપો મેનેજર દ્રારા આ માર્ગે સમયસર બસ પહોંચશે તેવી હૈયાધારણા આપતા મામલો થાળે પડ્યો હતોડીસા તાલુકાના થેરવાડા ગામ ખાતે સ્થિત બસ સ્ટેશન પર સોમવારે સવારે વિદ્યાર્થીઓ ઉભા હતા આ દરમિયાન આ માર્ગેથી પસાર થતી એસટીડ્રાઈવરે બસના રોકતા વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને બાદમાં પાછળથી પસાર થતી બસને રોકી બસ પર ચડી ગયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યો હતો