અમદાવાદ પૂર્વના નિકોલ વિસ્તારમાં ભોજલધામ રેસિડન્સી પાસે એએમસીની ટાંકીની પાસે પમ્પ હાઉસનું ધાબુ ભરવા દરમિયાન ધાબું આજે બપોરે એકાએક ધરાશાયી થતા 8 જેટલા મજૂરો દટાયા હતા જો કે, સ્થાનિક લોકોએ નીચે બેઝમેન્ટમાં પડેલા આઠ મજૂરોને દોરડાની મદદથી બહાર કાઢ્યા હતા જેમાંથી 6 ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમજ કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી અને બચાવ કાર્ય પણ પૂર્ણ થઈ ગયું છે