રાજકોટ:વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે અચાનક મેઘરાજા વરસી પડ્યાં હતાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા જો કે 2 દિવસના વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આ સાથે જ બફારાથી લોકોને રાહત મળી હતી અને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી જો કે હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે