સુરત:દક્ષિણ ગુજરાતમાં જાહેર જગ્યાઓ જેવા કે મોલ-મલ્ટિપ્લેક્સ સિનેમાઘરો સહિતના વિસ્તારમાં તેમજ સમુદ્રકિનારે પોલીસ દ્વારા સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે સાથે સાથે હવાઈ નિરીક્ષણ પર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે વાત કર્યો વલસાડ જિલ્લાની વલસાડ જિલ્લાના બગવાડા ટોલનાકા ઉપર તેમજ મહારાષ્ટ્ર ગુજરાતમાં પ્રવેશતા પ્રવેશદ્વાર ઉપર આવેલા ભીલાડ ચેકપોસ્ટ ઉપર હથિયારધારી એસઆરપી બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે તો સાથે સાથે બોમ્બ સ્ક્વોડ ટીમ તેમજ પોલીસ જેવી તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આઇબી દ્વારા આપવામાં આવેલા આતંકવાદી હુમલાની દહેશત ને લઈને આ સમગ્ર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે