આજથી 121 વર્ષ પહેલા પાકિસ્તાનના ખેબર પખ્તુનખ્વાહમાં આવેલા એક વડના વૃક્ષને શંકાના આધારે સાંકળ વડે બાંધી કેદ કરવામાં આવ્યું હતું અંગ્રેજોના શાસનકાળમાં વડ વૃક્ષને સજા આપવામા આવી હતી, જે આજે પણ કાયમ છે
આ વાત વર્ષ 1898ની છે જ્યારે પાકિસ્તાન ભારતનો ભાગ હતો આ ઝાડને કેદ કરવા પાછળની કહાની કઈક આવી છે ખેબર પખ્તુનખ્વાહમાં આર્મી કેન્ટોન્મેન્ટમાં રહેતા એક ઓફિસર જેમ્સ સ્ક્વીડે દારૂનો વધારે નશો કરી લીધો હતો નશામાં મસ્ત થઈને તેઓ પાર્કમાં ફરી રહ્યા હતા અચાનક તેમને એવો આભાસ થયો કે વડનું ઝાડ તેમના પર હુમલો કરીને તેમનો જીવ લેવા માટે આગળ આવી રહ્યું છે બાદમાંજેમ્સે તેમની ટીમને ઓર્ડર આપ્યો કે આ ઝાડને તરત કેદ કરવામાં આવે ત્યારબાદ ફરજ અદા કરી રહ્યા સૈનિકોએ ઝાડને સાંકળ બાંધીને કેદ કર્યું હતું