હૉસ્ટેલ વૉર્ડનના પતિએ મહિલા સફાઇકર્મી સાથે કર્યું બેહુદુ વર્તન, ઢસડીને હૉસ્ટેલની બહાર કાઢી

2019-08-19 145

છત્તીસગઢના કોરિયા જિલ્લામાં માનવતાને શર્મસાર કરતો એક વીડિયો સામે આવ્યો છે વીડિયો કોરિયાના બડવાહી કન્યા છાત્રાલયનો છે જેમાં કામ કરતી એક સફાઈકર્મી તેના ત્રણ માસના નવજાત સાથે થોડા દિવસથી રહેતી હતી જ્યારે વૉર્ડનના પતિએ તેને ત્યાંથી ખાલી કરીને જતા રહેવાનું કહ્યું પરંતુ મહિલાએ મનાઇ કરતા શખ્સે તેને ઢસડીને રૂમની બહાર કાઢી પહેલા તેના નવજાતને સાઈડમાં કર્યું અને બાદમાં આરોપીમહિલા સફાઇકર્મીની સાડી ખેંચી ઢસડીને હૉસ્ટેલની બહાર મૂકી આવ્યો, વીડિયો સામે આવતા મહિલા વૉર્ડન અને તેના આરોપી પતિ પર કેસ નોંધી લેવામાં આવ્યો છે અને બંનેની ધરપકડ પણ થઈ શકે છે તેવું પોલીસનું કહેવું છે

Videos similaires