આણંદ: ઉમરેઠ તાલુકાના ભરોડા ગામે પુલાશ્રમ ઈન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓને લેવા માટે નીકળેલી સ્કુલ બસ ભરોડા સીમમાંથી પસાર થઈ રહી રહી હતી ત્યારે અચાનક સ્ટેરીંગ લોક થઈ જતાં સ્કુલ બસ પલ્ટી ખાઈ ગઈ હતી બસમાં બાળકો ન હોવાથી કોઈ જાનહાની થવા પામી નથી ઉમરેઠ નજીક પુલાશ્રમ ઈન્ટરનેશનલ સ્કુલ આવેલી છે આ સ્કુલમાં આજુબાજુના ગામોમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે તેઓને લાવવા લઈ જવા માટે સ્કુલ બસની વ્યવસ્થા છે સોમવારે સવારે ભરોડા વિસ્તારમાં વિદ્યાર્થીઓને લેવા માટે સ્કુલ બસ નીકળી હતી અને ભરોડા સીમમાં પસાર થઈ રહી હતી ત્યારે સ્ટેરીંગ લોક થઈ જતાં અચાનક સ્કુલ બસ પલ્ટી ખાઈ ગઈ હતી જોકે બસમાં વિદ્યાર્થીઓ ન હોવાથી જાનહાની ટળી છે આ અંગે સ્કુલ બસના ચાલકે જણાવ્યું હતું કે, બસમાં રીપેરીંગ કામ જરૂરી હતું જે અંગે મંડળમાં રજુઆત કરી હતી પરંતુ રીપેરીંગ કામ કરવામાં આવ્યું ન હતું જેના કારણે આજે સવારે અચાનક સ્ટેરીંગ લોક થઈ જતાં પલ્ટી ગઈ હતી આ બનાવના પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા