ગાંધીધામના ખારીરોહર ગામમાં નીકળેલા જુલૂસમાં એક શખ્સે જાહેરમાં 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું, 3ની ધરપકડ

2019-08-18 387

ગાંધીધામ:કચ્છમાં ગાંધીધામ તાલુકાના ખારી રોહર ગામે ઇદની ઉજવણી દરમિયાન ચાદર ચઢાવવાના જુલૂસ વખતે ખુલ્લેઆમ રિવોલ્વરમાંથી 6 રાઉન્ડ ફાયરિંગ કરવાનો વીડિયો જાહેર થયો છે વીડિયો બહાર આવ્યા બાદ પોલીસે ફાયરિંગ કરનાર ઈસમોની ધરપકડ કરવા માટે ત્રણ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી બાતમીદારો પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે ખારી રોહર ગામના હાજી યાકુબ ઝંગિયા, અબ્રાસ ઈબ્રાહિમ ઝંગિયા અને જુસબ ખમીશા કટિયા નામના ત્રણ ઈસમોને પકડી પાડી આર્મ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે

Videos similaires