હંસરાજ હંસે કહ્યું- જેએનયુનું નામ બદલીને એમએનયુ કરવું જોઈએ, મોદીજીના નામે કઈક તો જોઈએ

2019-08-18 343

ભાજપ સાંસદ અને ગાયક હંસરાજ હંસે શનિવારે કહ્યું કે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી(જેએનયુ)નું નામ બદલીને એમએનયુ કરી દેવું જોઈએ મોદીજીના નામે પણ કઈક હોવું જોઈએ અનુચ્છેદ 370ના મુદ્દાને લઈને તેમણે કહ્યું કે આપણા વડીલોએ ભૂલો કરી છે અને સજા આપણે ભોગવી રહ્યાં છીએ

તે ઉતર-પશ્ચિમ દિલ્હી સીટ પરથી સાંસદ છે હંસરાજ જેએનયુમાં આરએસએસના છાત્ર સંગઠન એબીવીપી દ્વારા આયોજિત કાર્યક્રમ એક શામ શહીદોના નામના કાર્યક્રમમાં પહોંચ્યા હતા આ દરમિયાન તેમણે કહ્યું કે કાશ્મીર હવે સ્વર્ગ થનાર છે પ્રાર્થના કરો, બધે શાંતિ રહે બોમ્બ ન ફેંકાય 2019 લોકસભા ચૂંટણી પહેલા હંસરાજે ભાજપમાં જોડાયા હતા

Videos similaires