પાણી ઓસરતાં જ રોડ પર દેખાયા મગર, રેસ્ક્યુ સમયે હુમલા વચ્ચે કાબૂ કર્યો

2019-08-18 234

મધ્ય પ્રદેશના અમૂક વિસ્તારોમાં વરસાદ અટકતાં જ હવે તબાહીનો મંજર જોવા મળી રહ્યો છે ક્યાંક હજારો એકર જમીનના પાક ધોવાઈ ગયા તો ક્યાંક મકાનો ધરાશાયી થઈ ગયા છે જો કે, મંદસૌર વિસ્તારમાં તો લોકોને અલગ જ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે અહીં પાણી ઓસરતાં જ હવે નદીમાંથી તણાઈને આવેલા મગરો રોડ પર ફરતા જોવા મળી રહ્યા છે નારાયણગઢ વિસ્તારમાં આવેલા છાયન ગામમાં રોડ પાસે આવેલા નાળામાં મહાકાય મગરને જોઈને લોકોમાં દહેશતનો માહોલ ફેલાયો હતો પોલીસ અને વનવિભાગની મદદ લઈને સ્થાનિકોએ માંડ માંડ તેને કાબૂમાં કર્યો હતો મગરને પકડ્યા બાદ તેને ચંબલ નદીમાં સુરક્ષિત રીતે છોડી મૂકવામાં આવ્યો હતો

Videos similaires