અમેરિકામાં શુક્રવારે વીજળી સપ્લાય બંધ થવાથી કસ્ટમ સિસ્ટમ ક્રેશ થઇ ગઇ તેનાથી ન્યુયોર્ક, સાન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન, લોસ એન્જેલસ, ફિલાડેલ્ફિયા, ટોરેન્ટો પીયરસન, ન્યૂજર્સી અને નેવાર્ક સહિત 17 એરપોર્ટ પર અંધારું છવાઈ ગયું તેનાથી જુદા જુદા એરપોર્ટ પર હજારો યાત્રી એકત્રિત થઈ ગયા હતા અને ફ્લાઈટ પણ મોડી પડી આ ક્રેશ અમેરિકી કસ્ટમ ડ્યૂટી અને સીમા સુરક્ષા(સીબીપી) પ્રસંસ્કરણ પ્રણાલીઓની એક રાષ્ટ્રવ્યાપી ટેક્નિકલ ખામીથી થયું સીબીપીએ કહ્યું કે તેમના અધિકારીઓએ કમ્પ્યૂટર સમસ્યાને કારણે ફ્લાઈટોના સંચાલનને પ્રભાવિત થવા ન દીધી આંતરરાષ્ટ્રીય યાત્રીઓને વૈકલ્પિક ચેક ઈન આપ્યું અધિકારીઓને દાવો છે કે ત્રણ કલાક પછી સમસ્યા ઉકેલી લેવાઇ અને સિસ્ટમ ઓનલાઇન થવા લાગી એક અંદાજ મુજબ સિસ્ટમ ક્રેશ થતાં 358 લાખ યાત્રી પરેશાન થયા હતા