અમદાવાદઃશહેરના બોપલ વિસ્તારમાં અચાનક જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે બોપલમાં અચાનક જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે આ સાથે જ શહેરના ચાંદલોડિયા, એસજી હાઇવે, સરખેજ, ગોતા, જગતપુર, સોલા અને થલતેજ જેવા વિસ્તારમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પછી વરસાદ પડવાથી સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે